કાર્યક્રમ વિગતો

સંસ્કૃતિ • સેવા • એકતા

સમુહ લગ્ન મહોત્સવ – નિમંત્રણ અને અપીલ

સમુહ લગ્ન મહોત્સવ – નિમંત્રણ અને અપીલ

12-02-2027 - 12-02-2027


મોડાસિયા કડવા પાટીદાર સમાજ, હિંમતનગર

💐 સમુહ લગ્ન મહોત્સવ – નિમંત્રણ અને અપીલ 💐

“ઓછા ખર્ચે, રૂડા સંબંધે — સમાજ ઉત્કર્ષ તરફ એક કદમ”

સ્નેહી ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો,

આપણા સમાજમાં અનાવશ્યક ખર્ચાઓ ઘટાડવા, સામાજિક એકતા વધારવા તથા સમાજના પરિવારોના સંતાનોના લગ્ન સન્માનપૂર્વક અને આનંદમય વાતાવરણમાં થાય તેવા શુભ હેતુથી મોડાસિયા કડવા પાટીદાર સમાજ,
* હિંમતનગર દ્વારા દિવ્ય સમુહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.-

લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું નહીં, પરંતુ બે પરિવારોનું પવિત્ર મિલન છે. સમુહ લગ્નના માધ્યમથી આપણે દેખાદેખી અને બિનજરૂરી ખર્ચમાંથી મુક્ત થઈ, સમાજની એકતા અને સહકારને મજબૂત બનાવીએ છીએ.

📅 કાર્યક્રમની વિગત

તારીખ: 12/02/2027
વાર: શુક્રવાર
સમય:*સવારે 8:30 કલાકે
સ્થળ: મોડાસિયા કડવા પાટીદાર સમાજ, સહકારી જીન રોડ, હિંમતનગર

🤝 આપ સૌને નમ્ર અપીલ

1. વર-કન્યા રજિસ્ટ્રેશન:
જે વાલીઓ પોતાના દીકરા-દીકરીના લગ્ન આ સમુહ લગ્ન મહોત્સવમાં કરાવવા ઈચ્છતા હોય, તેમણે વહેલી તકે નોંધણી કરાવી સહભાગી બનવા વિનંતી*

2. દાન અને સહયોગ:
આ શુભ અને પવિત્ર કાર્યને સફળ બનાવવા માટે ભામાશાઓ, સમાજશ્રેષ્ઠીઓ તથા ઉદારહૃદય દાતાશ્રીઓને આર્થિક તેમજ વસ્તુરૂપે સહયોગ આપવા હાર્દિક અપીલ.

3. સેવા કાર્ય:
સમાજના યુવાનો, બહેનો તથા કાર્યકરોને પોતાની અમૂલ્ય સેવા આપી આ સામાજિક યજ્ઞને સફળ બનાવવા હાર્દિક વિનંતી.

🌺 એક નાનકડી અપીલ, એક મોટું પુણ્ય કાર્ય 🌺

“દીકરીના કરિયાવરથી લઈને તેના લગ્ન આયોજન સુધી સહભાગી બનવું એ સૌથી મોટું પુણ્ય કાર્ય છે.”

આવો, આપણે સૌ સાથે મળીને આ સામાજિક યજ્ઞને સફળ બનાવીએ, સમાજમાં એકતા અને સહકારની ભાવના વધુ મજબૂત બનાવીએ અને નવદંપતીઓને સુખી, સમૃદ્ધ તથા મંગલમય દાંપત્યજીવનના આશીર્વાદ પાઠવીએ.

📞 સંપર્ક અને નોંધણી

મુખ્ય આયોજક:
પ્રમુખશ્રી કિરીટભાઈ એસ. પટેલ
📱 6353433873

સંપર્ક કાર્યાલય:
મંત્રીશ્રી મહેશભાઈ વી. પટેલ
📱 9426271143