🔔 મોડાસિયા કડવા પાટીદાર સમાજ, હિંમતનગર દ્વારા ૪૫ ગામોના લોકો માટે કેન્સર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. - મોડાસિયા કડવા પાટીદાર સમાજ, હિંમતનગર દ્વારા ૪૫ ગામોના લોકો માટે કેન્સર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી મોડાસિયા કડવા પાટીદાર સમાજ વિશે

About Samaj

શ્રી મોડાસીયા કડવા પાટીદાર સમાજ સત્તર-સત્તાવીસના નામે ઓળખાતો ૪૬ ગામોનો બનેલો, હિંમતનગર-પ્રાંતિજ-તલોદ તાલુકામાં ફેલાયેલો વિશાળ સમાજ છે. જે ૪૦૪૦ કુટુંબો સાથે અંદાજે ૨૨૨૮૭ ની જનસંખ્યા ધરાવે છે. આ વિશાળ સમાજને સંગઠનના એક તાંતણે બાંધવા, સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવા, સામાજિક આર્થિક સુધારાઓ કરવા સમાજ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

સમાજ દ્વારા સમૂહલગ્નોનું આયોજન, મહિલા સંમેલન, યુવા સંમેલન, તેજસ્વી તારલાઓનું અને વિશિષ્ઠ કારકિર્દી પ્રાપ્ત કરનારાઓનું અભિવાદન અને વ્યસનમુક્તિ અભિયાનની પ્રવૃત્તિઓ હાથ ધરીને સમાજને ગતિશીલ અને પ્રગતિશીલ બનાવવા પ્રયત્ન થાય છે.

સમાજના દરેક બાળકને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે તેવી જોગવાઇ કરવાનો સમય હવે પાકી ગયો છે. સમયનો આ તકાજો છે. આજની ૨૧ મી સદીમાં અને કોમ્પ્યુટર યુગમાં સમયની સાથે કદમ તાલ મેળવવા આ પ્રવૃત્તિ હાથ ધર્યા સિવાય છૂટકો નથી. આવનારા સમય માટેના પ્રડકારો સામે ક્ષમતાપૂર્વક સામર્થ્ય પ્રાપ્ત કરવા સૌને ઉજાગર કરવાની સમાજ અપેક્ષા રાખે છે.

આ સમાજની આગવી ધાક, હાક અને છાપ હતી તે સૌ કોઇ જાણે છે. જે પુનઃ પ્રસ્થાપિત થાય તેવી શુભેચ્છા. આવો, આપણે સૌ શિક્ષિત ભાઈ-બહેનો, કર્મચારી ભાઇ-બહેનો, સામાજિક સેવાભાવી કાર્યકરો અને સમાજના સર્વે હિતચિંતક ભાઇ-બહેનો સાથે મળીને સમાજના ઉત્થાન માટે ચિંતન કરી સહભાગી બનીએ. મા ઉમિયાના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેવી શુભ ભાવના.

આશીર્વાદીય સંદેશ

શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી મોડાસિયા કડવા પાટીદાર સમાજ સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે. સમાજની એકતા, ભાઈચારો અને સહકાર એ અમારી સૌથી મોટી શક્તિ છે. શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવું એ અમારું મુખ્ય ધ્યેય છે. યુવા પેઢી સમાજનું ભવિષ્ય છે, તેથી તેમના સર્વાંગી વિકાસ માટે અમે પ્રતિબદ્ધ છીએ. સમાજના દરેક સભ્ય સુખી, સમૃદ્ધ અને સ્વાવલંબી બને તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. સેવા, સહાય અને સહાનુભૂતિ દ્વારા સમાજમાં માનવતા જાળવવાનું કાર્ય કરીએ છીએ. મોટા-નાના તમામ સભ્યો વચ્ચે પરસ્પર સન્માન અને પ્રેમની ભાવના વિકસે એ અમારો સંકલ્પ છે. પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સમાજને નવી ઊંચાઈ આપે છે. એકતા, ઈમાનદારી અને મહેનતથી સમાજ સતત આગળ વધતો રહેશે. શ્રી ઉમિયા માતાજી સૌ પર કૃપા વરસાવે એવી અમારી પ્રાર્થના છે.

Umiya Maa
School Bag & Notebooks Combo
Back To School

વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર
School Bags & Notebooks

શ્રી મોડાસિયા કડવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ગુણવત્તાવાળી સ્કૂલ બેગ અને નોટબુક્સ એકદમ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. તમારા બાળકોના ભવિષ્યને સજ્જ કરવા માટે.

  • 🎒 Durable School Bag: Rs. 450
  • 📚 Premium Notebooks (1 Dozen): Rs. 330

આગામી ઈવેન્ટસ (Upcoming Events)

📅
Cancer checkup camp

🗓️ 24 September 2026

Cancer checkup camp organise by modasiya kadvatidar samaj, himatnagar for 45 villages

વધુ વિગતો →
📅
34મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ અને વાનપ્રથ કાર્યક્રમ - ૫, રામપુર (ઘોરવાડા)

🗓️ 15 November 2026

34મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ અને વાનપ્રથ કાર્યક્રમ - ૫, રામપુર (ઘોરવાડા)

વધુ વિગતો →
📅
સમુહ લગ્ન મહોત્સવ – નિમંત્રણ અને અપીલ

🗓️ 12 February 2027

મોડાસિયા કડવા પાટીદાર સમાજ, હિંમતનગર 💐 સમુહ લગ્ન મહોત્સવ – નિમંત્રણ અને અપીલ 💐 “ઓછા ખર્ચે, રૂડા સંબંધે — સમાજ ઉત્કર્ષ તરફ એક કદમ” સ્નેહી ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો, આપણા સમાજમાં અનાવશ્યક ખર્ચાઓ ઘટાડવા, સામાજિક એકતા વધારવા તથા સમાજના પરિવારોના સંતાનોના લગ્ન સન્માનપૂર્વક અને આનંદમય વાતાવરણમાં થાય તેવા શુભ હેતુથી મોડાસિયા કડવા પાટીદાર સમાજ, * હિંમતનગર દ્વારા દિવ્ય સમુહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.- લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું નહીં, પરંતુ બે પરિવારોનું પવિત્ર મિલન છે. સમુહ લગ્નના માધ્યમથી આપણે દેખાદેખી અને બિનજરૂરી ખર્ચમાંથી મુક્ત થઈ, સમાજની એકતા અને સહકારને મજબૂત બનાવીએ છીએ. 📅 કાર્યક્રમની વિગત તારીખ: 12/02/2027 વાર: શુક્રવાર સમય:*સવારે 8:30 કલાકે સ્થળ: મોડાસિયા કડવા પાટીદાર સમાજ, સહકારી જીન રોડ, હિંમતનગર 🤝 આપ સૌને નમ્ર અપીલ 1. વર-કન્યા રજિસ્ટ્રેશન: જે વાલીઓ પોતાના દીકરા-દીકરીના લગ્ન આ સમુહ લગ્ન મહોત્સવમાં કરાવવા ઈચ્છતા હોય, તેમણે વહેલી તકે નોંધણી કરાવી સહભાગી બનવા વિનંતી* 2. દાન અને સહયોગ: આ શુભ અને પવિત્ર કાર્યને સફળ બનાવવા માટે ભામાશાઓ, સમાજશ્રેષ્ઠીઓ તથા ઉદારહૃદય દાતાશ્રીઓને આર્થિક તેમજ વસ્તુરૂપે સહયોગ આપવા હાર્દિક અપીલ. 3. સેવા કાર્ય: સમાજના યુવાનો, બહેનો તથા કાર્યકરોને પોતાની અમૂલ્ય સેવા આપી આ સામાજિક યજ્ઞને સફળ બનાવવા હાર્દિક વિનંતી. 🌺 એક નાનકડી અપીલ, એક મોટું પુણ્ય કાર્ય 🌺 “દીકરીના કરિયાવરથી લઈને તેના લગ્ન આયોજન સુધી સહભાગી બનવું એ સૌથી મોટું પુણ્ય કાર્ય છે.” આવો, આપણે સૌ સાથે મળીને આ સામાજિક યજ્ઞને સફળ બનાવીએ, સમાજમાં એકતા અને સહકારની ભાવના વધુ મજબૂત બનાવીએ અને નવદંપતીઓને સુખી, સમૃદ્ધ તથા મંગલમય દાંપત્યજીવનના આશીર્વાદ પાઠવીએ. 📞 સંપર્ક અને નોંધણી મુખ્ય આયોજક: પ્રમુખશ્રી કિરીટભાઈ એસ. પટેલ 📱 6353433873 સંપર્ક કાર્યાલય: મંત્રીશ્રી મહેશભાઈ વી. પટેલ 📱 9426271143

વધુ વિગતો →

સમાચાર અને અપડેટ્સ (News & Updates)

ચોથો સમર કેમ્પ યોજાયો:હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજના 1200 બાળકોએ ભાગ લીધો
25 May 2023
ચોથો સમર કેમ્પ યોજાયો:હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજના 1200 બાળકોએ ભાગ લીધો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજ દ્વારા સતત ચોથીવાર ત્રિ દિવસીય સમર કેમ્પનુ...

વધુ વાંચો →
મોડાસિયા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ, તા. 30 ઓક્ટોબર 2022 ના રોજ સફળતાપૂર્વક યોજાયો હતો.
30 Oct 2022
મોડાસિયા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ, તા. 30 ઓક્ટોબર 2022 ના રોજ સફળતાપૂર્વક યોજાયો હતો.

મોડાસિયા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ, તા. 30 ઓક્ટોબર 2022 ના રોજ સફળત...

વધુ વાંચો →
મોડાસિયા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ૨૯મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ સફળતાપૂર્વક અને ભવ્ય રીતે પૂર્ણ થયો.
29 May 2022
મોડાસિયા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ૨૯મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ સફળતાપૂર્વક અને ભવ્ય રીતે પૂર્ણ થયો.

આ પ્રસંગે તેજસ્વી અને મહેનતી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે....

વધુ વાંચો →
વાનપ્રસ્થ વંદના કાર્યક્રમ:હિંમતનગરમાં મોડાસીયા સમાજ દ્વારા વયોવૃદ્ધ વડીલો અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું
02 Feb 2022
વાનપ્રસ્થ વંદના કાર્યક્રમ:હિંમતનગરમાં મોડાસીયા સમાજ દ્વારા વયોવૃદ્ધ વડીલો અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું

ઉત્તર ગુજરાતનો સૌથી મોટો સમાજનું મોડાસીયા ગોળ કડવા પાટીદાર સમાજ અને આ સમાજ દ્વારા રવિવારે હિંમતનગરની...

વધુ વાંચો →

સભ્ય પોર્ટલ

સભ્ય લોગઇન

તમારા સભ્ય ખાતામાં લોગ ઇન કરો અને એક્સક્લુસિવ લાભ અને અપડેટ્સ મેળવો

લોગઇન કરો

નવા સભ્ય તરીકે નોંધણી કરો

આજ જ આપણા સમાજના સભ્ય બનો અને આપણા સમુદાયના ભાગ બનો

નોંધણી કરો

સમિતી સભ્યો

પટેલ કિરીટભાઈ શંકરભાઈ
પટેલ કિરીટભાઈ શંકરભાઈ
પ્રમુખશ્રી
પટેલ મહેશભાઈ વિઠ્ઠલભાઈ
પટેલ મહેશભાઈ વિઠ્ઠલભાઈ
મંત્રીશ્રી
ધૂળાભાઈ વેણાભાઈ પટેલ
ધૂળાભાઈ વેણાભાઈ પટેલ
સહમંત્રીશ્રી
પટેલ ભીખાભાઈ મગનભાઈ
પટેલ ભીખાભાઈ મગનભાઈ
ખજાનચીશ્રી
પટેલ ધૂળાભાઈ બહેચરભાઈ
પટેલ ધૂળાભાઈ બહેચરભાઈ
આંતરિક ઓડિટરશ્રી
Samaj Villages

શ્રી મોડાસીયા કડવા પાટીદાર સમાજના ગામો

આપણા સમાજના તમામ ગામોની વિગતવાર માહિતી, તાલુકા, જિલ્લાની વિગતો તથા ગામના પ્રતિનિધિ સભ્યોની યાદી અહીં ઉપલબ્ધ છે.

46

ગામો

255

પ્રતિનિધિ સભ્યો

સમાજના સભ્યોના વ્યવસાય

Advertisement
Advertisement

📱 0000000000

Advertisement
Advertisement

📱 0000000000